બુધવાર, 8 સપ્ટેમ્બર, 2010

કોમનવેલ્થ ગેમ્સ અને ભારત

કોમનવેલ્થ ગેમ્સને સમજીએ તે પહેલા કોમનવેલ્થ કન્ટ્રીઝને સમજવી પડે. ગુજરાતીમાં કોમનવેલ્થ કન્ટ્રીઝનો અર્થ થાય છે રાષ્ટ્રકુળના દેશો. આ દેશોમાં એવા દેશોનો સમાવેશ થાય છે કે જે દેશો ભૂતકાળમાં ઇંગ્લેન્ડના ગુલામ હતા. એટલે કે આ બધા દેશોનું રાષ્ટ્ર તરીકેનું કુળ એક જ છે અને તે છે એક સમયનું ઇંગ્લેન્ડ અને આજનું ધ ગ્રેટ બ્રિટન.


ભારતને આઝાદી આપવાનો પ્રસ્તાવ બ્રિટીશ સંસદમાંથી પસાર કરાવતા પૂર્વે આ ઠરાવના કટ્ટર વિરોધી વિન્સ્ટન ચર્ચિલનું સમર્થન મેળવવા માટે વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ માઉન્ટબેતનને ચર્ચિલ પાસે મોકલ્યા હતા. એ સમયે માઉન્ટબેટને ચર્ચિલને કહ્યું હતું કે આઝાદ થયા પછી પણ ભારત કોમનવેલ્થમાં જોડાશે અને એ રીતે ય ભારત પર તમે ઈચ્છોછો એ મુજબ બ્રિટીશ આધિપત્ય જરી રહેશે.

વાઇસરોય બન્યા પછી માઉન્ટબેટને પત્ની એડવિનાની મદદથી નેહરુ સાથે ઘરોબો કેળવ્યો હતો.૧૯૪૫ના મે મહિનામાં સીમલા ખાતે વાઈસરીગલ લોજ ખાતે નહેરુને આમંત્રિત કરીને તેમણે ભારતના કોમનવેલ્થમાં જોડવા અંગે નેહરુની મૌખિક ખાતરી મળવી લીધી. નેહરુ ત્યારે દેશના વડાપ્રધાન હતા.

કોમનવેલ્થ વિષે પોતાનો અભિપ્રયા આપતા સરદાર પટેલે નેહરુને લખ્યું હતું કે ભારત જેવા ગરીબ દેશે મહામેહનતે આઝાદી મેળવ્યા પછી ય બ્રિટીશરોના વર્ચસ્વ હેઠળના સંઘમાં શા માટે જોડાવું જોઈએ. તે ગુલામીનું એક નવું સ્વરૂપ જ બની રહેશે.

હવે આપણે એક ભારતીય તરીકે વિચારવું રહ્યું કે કોમનવેલ્થ શબ્દ આપણને આઝાદીનો અહેસાશ કરાવે છે કે પછી ગુલામીનો.

રવિવાર, 5 સપ્ટેમ્બર, 2010

આશાવાદ

"આશાવાદીએ વિમાનની શોધ કરી, જયારે નિરાશાવાદીએ પેરેશુટ શોધી કાઢી."

રાજનેતા

"કોઈ પ્રસંગ ભવિષ્યમાં ક્યાં, ક્યારે અને કેવી રીતે બનશે તેની સચોટ આગાહી કરી શકે,
અને એ પ્રસંગ જણાવ્યા મુજબ ના બને તો તેના સચોટ કારણો આપે તેનું નામ રાજનેતા."

     - વિન્સ્ટન ચર્ચિલ

શુક્રવાર, 3 સપ્ટેમ્બર, 2010

કેટલીક પંક્તિઓ

- જીવનની સમી સાંજે યારો
                      
                        જખ્મોની યાદી જોવી હતી,
  
ખુબ ઓછા પાનાં જોઈ શક્યો

                       બહુ અંગત અંગત નામ હતા.

                                           "શૈફ પાલનપુરી"

- ઉન્નતી મળવાથી કઈ મંજિલ મળી જતી નથી,

   કૈંક વ્યક્તિને હું પર્વત પર રખડતી જોઉં છું.

                                           'બેફામ'

- આપી સકે જે હુંફ એ તડકો મળી ગયો,

                રંગો ભરી એ સાંજનો ભભકો મળી ગયો;

   પામી શકીશ ધેયને શંકા નથી હવે,

              આદરભર્યો સ્વજન તણો ટહુંકો મળી ગયો.